Receive all updates via Facebook. Just Click the Like Button Below

Powered By | Blog Gadgets Via Blogger Widgets

Monday, January 23, 2012

ગુજરાત ના સાહિત્યકારો


અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું. 
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. 
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’. 
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું. 
નામ-અમૃતલાલ ભટ્ટ 
ઉપનામ-ઘાયલ 
જન્મ-19-8-1916 – સરધાર જિ. રાજકોટ 
અવસાન- 25 - ડીસેમ્બર - 2002, રાજકોટ 
અભ્યાસ 
સાત ધોરણ સુધી- સરધાર 
•1937
સુધી આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ 
•1947-
મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે 
•1948-
ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો 
જીવનઝરમર 
•1938-
ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ 
•1939- ‘
રૂસવાસાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્યપાલનપુરી સાથે દોસ્તી, ‘શૂન્યતખલ્લૂસ સુચવ્યું 
•1954-
પ્રથમ ગઝલસંગ્રહ શૂળ અને શમણાંનું પ્રકાશન 
•1973
બાદ નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ 
•1978 –
રશિયા પ્રવાસ 
•1964-
ક્ષયનો હૂમલો 
જીવન ભર શરાબના શોખીન

ચૌદ વર્ષની ચારણ કન્યા : ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે 
ગીરકાંઠાનો કેસરી ગરજે 
ઐરાવતકુળનો અરિ ગરજે 
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે 
માં ફાડી માતેલો ગરજે 
જાણે કો જોગંદર ગરજે 
નાનો એવો સમંદર ગરજે ! 

ક્યાં ક્યાં ગરજે

બાવળના જાળામાં ગરજે 
ડુંગરના ગાળામાં ગરજે 
કણબીના ખેતરમાં ગરજે 
ગામ તણા પાદરમાં ગરજે 
નદીઓની ભેખડમાં ગરજે 
ઉગમણો, આથમણો ગરજે 
ઓરો ને આઘેરો ગરજે 

થર થર કાંપે

વાડામાં વાછડલાં કાંપે 
કૂબામાં બાળકડાં કાંપે 
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે 
પહાડોના પથ્થર પણ કાંપે 
સરિતાઓનાં જળ પણ કાંપે 
સૂતાં ને જાગતાં કાંપે 
જડ ને ચેતન સૌએ કાંપે 

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે 
વાદળમાંથી વીજ ઝબૂકે 
જોટે ઊગી બીજ ઝબૂકે 
જાણે બે અંગાર ઝબૂકે 
હીરાના શણગાર ઝબૂકે 
જોગંદરની ઝાળ ઝબૂકે 
વીર તણી ઝંઝાળ ઝબૂકે 
ટમટમતી બે જ્યોત ઝબૂકે 
સામે ઊભું મોત ઝબૂકે 

જડબાં ફાડે ! 

ડુંગર જાણે ડાચાં ફાડે ! 
જોગી જાણે ગુફા ઉઘાડે ! 
જમરાજાનું દ્વાર ઉઘાડે ! 
પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! 
બરછી સરખા દાંત બતાવે 
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 

બહાદુર ઊઠે ! 

બડકંદાર બિરાદર ઊઠે 
ફરસી લેતો ચારણ ઊઠે 
ખડગ ખેંચતો આહીર ઊઠે 
બરછી ભાલે કાઠી ઊઠે 
ગોબો હાથ રબારી ઊઠે 
સોટો લઈ ઘરનારી ઊઠે 
ગાય તણા રખવાળો ઊઠે 
દૂધમલા ગોવાળો ઊઠે 
મૂછે વળ દેનારા ઊઠે 
ખોંખારો ખાનારા ઊઠે 
માનું દૂધ પીનારા ઊઠે ! 
જાણે આભ મિનારા ઊઠે ! 

ઊભો રેજે 

ત્રાડ પડી કે ઊભો રેજે ! 
ગીરના કુત્તા ઊભો રેજે ! 
કાયર દુત્તા ઊભો રેજે ! 
પેટભરા ! તું ઊભો રેજે ! 
ભૂખમરા ! તું ઊભો રેજે ! 
ચોર-લૂંટારા ઊતો રેજે ! 
ગા-ગોઝારા ઊભો રેજે ! 

ચારણ કન્યા 

ચૌદ વરસની ચારણ-કન્યા 
ચૂંદડિયાળી ચારણ-કન્યા 
શ્વેતસુંવાળી ચારણ-કન્યા 
બાળી ભોળી ચારણ-કન્યા 
લાલ હિંગોળી ચારણ-કન્યા 
ઝાડ ચડંતી ચારણ-કન્યા 
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા 
જોબનવંતી ચારણ-કન્યા 
આગ-ઝરંતી ચારણ-કન્યા 
નેસ-નિવાસી ચારણ-કન્યા 
જગદમ્બા-શી ચારણ-કન્યા 
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા 
ત્રાડ ગજાવે ચારણ-કન્યા 
હાથ હિલોળી ચારણ-કન્યા 
પાછળ દોડી ચારણ-કન્યા 

ભયથી ભાગ્યો ! 

સિંહણ, તારો ભડવીર ભાગ્યો 
રણ મેલીને કાયર ભાગ્યો 
ડુંગરનો રમનારો ભાગ્યો 
હાથીનો હણનારો ભાગ્યો 
જોગનાથ જટાળો ભાગ્યો 
મોટો વીર મૂછાળો ભાગ્યો 
નર થઈ તું નારીથી ભાગ્યો 
નાનકડી છોડીથી ભાગ્યો !

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી


જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; 
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; 
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; 
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ
પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; 
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; 
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ; 
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ - 
લાગ્યો કસુંબીનો રંગ !


 

No comments:

Post a Comment

Add This Transparent Notification Bar To Your Blog Transparent Notification Bar

X